Friday, July 10, 2026

આહીર સેના દ્વારા શનિવારે નાની વાવડી – મોરબી ખાતે શરદપૂર્ણિમા રાસોત્સવ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

આહીર સેના દ્વારા શનિવારે નાની વાવડી – મોરબી ખાતે શરદપૂર્ણિમા રાસોત્સવ યોજાશે

દ્વારકા ખાતે યોજાનાર આહીરાણી મહારાસના ડેમો રાસથી થશે કાર્યક્રમની શરૂઆત

આહિર યુવાનો દ્વારા તડામાર તૈયારી

આહીર સેના ગુજરાત – મોરબી જીલ્લા દ્વારા આગામી તા.૨૮ ને શનિવારના રોજ શરદપૂર્ણિમાનાં શુભ અવસર પર સમસ્ત આહીર સમાજ શરદપૂર્ણિમા રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
સોરઠ પ્રેસ દૈનિકના પત્રકારે આહીર સમાજ શરદપૂર્ણિમા રાસોત્સવ બાબતે આયોજકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગામી તા.૨૮ શનિવારના રોજ રામકથા
ગ્રાઉન્ડ કબીર આશ્રમની સામે નાની વાવડી તા.જી.મોરબી ખાતે આહીર સમાજ શરદપૂર્ણિમા રાસોત્સવની આહિર યુવાનો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહેલ છે. કાર્યક્રમનો પ્રારંભ દ્વારકા ખાતે યોજાના આહીરાણી મહારાસના ડેમો રાસથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ડેમો રાસ બાદ મોરબી તેમજ મોરબી જિલ્લાના આહિર પરિવારો માટે શરદ પૂર્ણિમા રાસોત્સવ યોજાશે.
કાર્યક્રમ અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં માત્ર અને માત્ર આહીર સમાજ માટે આયોજન કરેલ હોય અન્ય કોઈ સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આહિર સમાજના લોકોએ પણ પ્રવેશ વખતે આધારકાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.રાસોત્સવમાં રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના આયોજન અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર આહીર પરિવારના ભાઈઓ તથા બહેનોને રમવા માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં પ્રવેશ તેમજ ટ્રેડિશનલ ડ્રેસ અંગે જણાવ્યું હતું કે રાસોત્સવ જોવા આવવા માટે કોઈ પાસ સીસ્ટમ અથવા ટિકિટ રાખવામાં આવેલ નથી આહિર પરિવારના દરેક સભ્યો માટે વિનામૂલ્ય પ્રવેશનું આયોજન કરેલ છે. ટ્રેડિશનલ ડ્રેસ અંગે જણાવ્યું હતું કે રસોત્સવમાં રમનાર ભાઈઓ બહેનોએ જ ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે માત્ર જોવા આવતા લોકો માટે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત નથી.
નાના મોટાના ભેદભાવ વગર યોજાનારા કાર્યક્રમ અંગે જણાવ્યું હતું રાસોત્સવના માત્ર કાર્યક્રમની સ્પોન્સર કંપની,એજન્સી કે વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવેલ છે સાથો સાથ કાર્યક્રમના સ્પોન્સરનું સિલ્ડ આપી સન્માન કરવામાં આવશે. સ્પોન્સર અને મહાનુભાવો, બહારથી પધારતા મહેમાનો સિવાય નાના-મોટાના ભેદભાવ વગર દરેક માટે એક જ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
દ્વારકા ખાતે યોજાનાર આહીરાણી મહારાસમાં ભાગ લેનાર બહેનો તેમજ શરદ પૂર્ણિમા રસોત્સવ માણવા મોરબી તેમજ મોરબી આસપાસના આહિર પરિવારમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે.
આહીર સમાજ શરદપૂર્ણિમા રાસોત્સવ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો. ૯૯૭૯૧૭૨૧૫૪ પર સંપર્ક કરવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.
સમસ્ત આહીર સમાજ પરિવારને રાસોત્સવમાં પધારવા આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

Related Articles

Total Website visit

1,615,793

TRENDING NOW