Friday, July 10, 2026

મોરબીમાં યુવાન સાથે ઓનલાઇન છેતરપિંડી કરી 35 લાખ રૂપિયા સેરવી લીધા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં યુવાન સાથે ઓનલાઇન છેતરપિંડી કરી 35 લાખ રૂપિયા સેરવી લીધા

મોરબી: મોરબીમાં યુવકની જાણ બહાર કોઈપણ રીતે ઈલેક્ટ્રોનિક માધ્યમથી યુવકના નેટબેંકીગ પાસવર્ડનો ઉપયોગ કરી યુવાનના ખાતામાંથી ઓનલાઇન ફ્રોડ કરી ૩૫ લાખ રૂપિયા સેરવી લીધા હોવાની ભોગ બનનાર યુવાને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આશિષભાઈ નરસિંહભાઇ સીતાપરા (ઉ.વ.૩૬) રહે. મોરબીના રવાપર ગામ ૩૦૩, શુભ પેલેસ ઉમીયાનગર સોસાયટી તા.જી. મોરબીવાળાએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીનુ એચ.ડી.એફ.સી.બેંક મોરબી બ્રાન્ચમાં વીકોન કંપનીના નામનુ કરન્ટ એકાઉન્ટ તથા સી.સી. એકાઉન્ટ હોય જે એકાઉન્ટમાંથી એકાઉન્ટ ધારક (૧) આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪ વાળાએ રૂપીયા ૧૫૦૦૦૦૦/- તથા (ર)આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ વાળાએ રૂપીયા ૧૦૦૦૦૦૦/- તથા (૩) આઇ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ વાળાએ રૂપીયા ૧૦૦૦૦૦૦/- એમ કટકે કટકે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે ફરીયાદીના નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી ફરીયાદી સાથે ગુન્હાહીત વિશ્વસાધાત કરી કુલ રૂપીયા ૩૫૦૦૦૦૦/- ઓનલાઇન ફ્રોડ કરી મેળવી લીધા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર આશિષભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬, ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,616,150

TRENDING NOW