Sunday, July 12, 2026

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રામદેવ હોટલમાંથી 3 કિલોથી વધુ પોશ ડોડાના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રામદેવ હોટલમાંથી 3 કિલોથી વધુ પોશ ડોડાના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

હળવદ: હળવદ-ધ્રાંગધા હાઇવે પર સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલમાંથી 3 કિલો ૩૩૧ ગ્રામ કિં રૂપીયા ૯,૯૯૩/- ના પોશડોડાના મોટા જથ્થા તેમજ અન્ય મુદામાલ સહિત રૂપીયા ૧૦,૯૯૩/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, હળવદથી ધ્રાંગધા જતા રોડની જમણી સાઇડ ઉપર સુખપર ગામની સીમમાં આવેલ બાબા રામદેવ નામની હોટલના સંચાલક ઠાકરારામ લીછમનારામ ચૌધરી રહે. હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી. મોરબી મુળ રહે. શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા. ગુડામાલાની જી,બાલોતરા રાજસ્થાન વાળો પોતાના કબજા ભોગવટા વાળી બાબા રામદેવ હોટલમાં ગે.કા.રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ઠાકરારામ લીછમનારામ ચૌધરી ઉ.વ.૪૫ ધંધો હોટલ સંચાલક રહે. હાલ બાબા રામદેવ હોટલ સુખપર ગામની સીમ હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ તા. હળવદ જી.મોરબી મુળ રહે શીણધરી જુના બસ સ્ટેશનની બાજુમાં તા.ગુડામાલાની જી.બાલોતરા રાજસ્થાનવાળાને પોશડોડાનો જથ્થો ૩ કિલો ૩૩૧ ગ્રામ કિ.રૂ.૯,૯૯૩– તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.,૧૦૦૦/- મળી કુલ રૂપીયા ૧૦,૯૯૩/- ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી),૧૫(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,618,113

TRENDING NOW