Sunday, July 12, 2026

મોરબીમાં રૂપીયા આપવાની ના પાડતાં યુવાન પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રૂપીયા આપવાની ના પાડતાં યુવાન પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં રૂપિયા આપવાની ના પાડતાં એક શખ્સે યુવકને ગાળો આપી છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ત્રણ આરોપીઓએ ગૌશાળા જઈ ગૌશાળાએ સાહેદને મળી કહેલ તારો મિત્ર વિરલ ક્યાં છે આજે તેને જાનથી મારી નાંખવો છે તેવી ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિરલભાઈ જગદીશભાઇ મીરાણી (ઉ.વ.૩૨) રહે. મોરબીના ગ્રીનચોક રામજી પાણીની શેરીવાળાએ આરોપી ઇરફાન સતારભાઈ રહે. જોન્સનગર લુક ફર્નિચર પાછળ મોરબી તથા સિકંદર મોવર રહે. વીશીપરા મોરબી તથા અજાણ્યો માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી ઇરફાને તું કેમ મને રૂપિયા આપવની ના પાડે છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલી તેની પાસેની છરીથી મને ડાબા પગના સાથળના ભાગે છરી એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી ઇરફાન , સીંકદર તથા અજાણ્યો માણસે ગૌશાળા જઇ ગૌશાળાએ મારા મીત્રને મળી કહેલ કે તારો મીત્ર વિરલ કયાં છે આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિરલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,618,118

TRENDING NOW