Monday, July 13, 2026

મોરબીના લીલાપર રોડ પર વૃદ્ધને મારમારી ત્રણ શખ્સોએ 500 રૂપીયાની લુંટ કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લીલાપર રોડ પર વૃદ્ધને મારમારી ત્રણ શખ્સોએ 500 રૂપીયાની લુંટ કરી

મોરબી: મોરબીના લીલાપર ગામે રહેતા વૃદ્ધના દિકરાએ એક શખ્સ વિરુદ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ કાર વૃદ્ધના મોટરસાયકલ સાથે ભટકાડી વૃદ્ધને પાડી દઈ કારમાંથી ધોકા સાથે ઉતરી ત્રણ શખ્સોએ વૃદ્ધને લાકડાના ધોકા વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી વૃદ્ધના ખીસ્સામાંથી ૫૦૦ રૂપિયાની લુંટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અરજણભાઇ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.૬૬) રહે. મોરબીના લીલાપર રોડ ત્રિદેવનગર લીલાપર ગામ તા.જી. મોરબીવાળાએ આરોપી રવિભાઈ વાલાભાઇ ખાંભલા રહે. લીલાપર ગામ તા.જી. મોરબીવાળા તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ પોણા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા અમૃતભાઇએ આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા તથા તેની સાથે બે અજાણ્યા માણસો નંબર વગરની સ્વીફટ કાર લઇ આવી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-H-1808 વાળા સાથે સામેથી સ્વીફટ કાર ભટકાળી ફરીયાદીને મોટરસાયકલ સહીત પાડી દઇ ત્રણેય આરોપી સ્વીફટ કારમાંથી લાકડાના ધોકા સાથે ઉતરી ફરીયાદીના શરીરે આડેધડ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રૂા.૫૦૦/- ની લુટ કરી આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અરજણભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૦૭,૩૯૨,૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર)(એસ),૩(૨)(૫) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,618,459

TRENDING NOW