Wednesday, July 15, 2026

એ.સી.બી.સફળ ટ્રેપ

Advertisement
Advertisement
Advertisement

એ.સી.બી.સફળ ટ્રેપ
ફરીયાદી:- જાગ્રુત નાગરીક
આરોપી:-(૧) સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી ઉવ.૩૫ ધંધો :- નોકરી લાઇન મેન પાણી પુરવઠા સુરેન્દ્રનગર માં અગીયાર માસના કરાર આધારીત રહે.ખેરવા તા.વાંકાનેર જી. મોરબી
આરોપી :-(૨) હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ ઉવ.૨૫ ધંધો:- નોકરી ધરતી એન્જીનિયરીંગ માં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ-કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠીરોડ વ્રુદાવન પાર્ક બી-૫૧.
લાંચની માંગણીની રકમ:- રૂ.૪૦,૦૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૪૦,૦૦૦/-
લાંચ રીકવરી કરેલ રકમ:- રૂ.૪૦,૦૦૦/-
ટ્રેપની તારીખ:- ૧૦/૧૦/૨૦૨૩
ટ્રેપનુ સ્થળ:- કાછીયાગાળા ગામ તા.વાંકાનેર જી. મોરબી
ટુંક વિગત:- આ કામના ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબર માથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગર થી હડાળા – રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માથી પાણીનુ કનેકશન લીધેલ હોય જે આ કામના આરોપીઓ એ આઠેક દિવસ પહેલા ફરીયાદી ને બોલાવી પાણીના બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવાર નવાર રૂબરૂ બોલાવી ફરીયાદીને બન્ને પાણીના કનેકશન બાબતે તેઓ ઉપર કેસ કરી બન્નેને દશ – દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી આરોપી નં(૧) એ આરોપી નં(૨) સાથે મળી કેસ નહી કરવાના પ્રથમ બન્ને વચ્ચે રૂ.૧,૫૦,૦૦૦/-ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.૫૦,૦૦૦/-લેખે બન્નેના રૂ. ૧,૦૦,૦૦૦/-આપવાનુ કહી બાદ ફરીયાદીને આક્ષેપીત અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્ર નો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચ ની માંગણી કરાતા ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીઓ એ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા રૂ.૪૦,૦૦૦/- સ્વિકારી એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર બન્ને પકડાઈ જઇ ગુનો કર્યા બાબત.
નોંધ:- આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી :- શ્રી જે.એમ.આલ, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. પો.સ્ટે. મોરબી.
સુપરવિઝન અધિકારી :- શ્રી વી.કે.પંડયા, મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

Related Articles

Total Website visit

1,621,683

TRENDING NOW