મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ, મોરબીનો વિદ્યાર્થી સન્માન યોજાયો. , આજરોજ મોરબી અંબિકા રોડ ખાતે આવેલ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના મકાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાય ગયો. સમસ્ત વ્યાસ જ્ઞાતિના ધોરણ 8 થી ઉચ્ચ એજ્યુકેશન સુધીના 35 તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામાં આવ્યુ તેમજ જ્ઞાતિના દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને મોમેન્ટો તેમજ વિવિધ ગિફ્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. , મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ કારોબારી દ્વારા ગવર્મેન્ટના નિવૃત કર્મચારીઓના સન્માન સાથે જ્ઞાતિ અગ્રણીઓ,ભવાઇ મંડળના નાયકો, તેમજ વિવિધ કમીટીના હોદેદારોના પણ કરવામાં આવ્યા, તેવુ મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના પ્રમુખશ્રી, મુકેશભાઈ કુકરવાડીયાની યાદી માં જાણવા મળે છે.









