ગામ – કેસિયા (તા-જોડિયા, જી-જામનગર)
કેસિયા ગામ ના યુવાનો એ ૨૦૧૬ માં વિશાળ તળાવ ની પાળ પર ફરતે વૃક્ષો વાવવાનું નક્કી કર્યું, તે માટે ના રૂપિયા ભેગા કરવા માટે રામા-મંડળ નું આયોજન ગામ માં કરેલ અને લોકો ને જણાવેલ કે આ રૂપિયા માંથી તળાવ ની પાળ પર વૃક્ષો વાવવા ના છે, તો ઉદાર હાથે ફાળો આપસો.
ગામ લોકો એ ૩ લાખ રૂપિયા નો ફાળો કરી આપેલ, આ રકમ માંથી તળાવ ની પાળ ઉપર ૨૦૧૬ માં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું, હાલ તળાવ ની પાળ ફરતે ૫૦૦૦ વૃક્ષો લહેરાય છે.
મે આ ગામ ની મુલાકાત લીધી, ખૂબ આનંદ થયો, લોકો ધારે તો પર્યાવરણ નું ખૂબ મોટું કામ ગામે ગામ થઈ શકે તેમ છે.
વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
મો – ૯૪૨૭૫૬૩૮૯૮





