ઝરેરા ગામના કોબ્રા કમાન્ડો વિર શહીદ દિલીપભાઈ સોલંકી (સગર) ના પરિવાર ને આર્થિક સહાય આપવા બાબત..
દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં ભાણવડ તાલુકા ના ઝરેરા ગામના પનોતા પુત્ર વિર શહીદ કોબ્રા કમાન્ડો નાં જવાન દિલીપભાઈ સોલંકી ને સરકારી સહાય રૂ. ૧ કરોડ ચૂકવવા જેમ દિલ્હી અને પંજાબ માં આમ આદમી પાર્ટી દરેક શહીદ જવાન નાં પરિવાર ને ચૂકવવામાં આવે છે, જેથી શહીદ પરિવાર ને આર્થિક હાલાકી નો સામનો ન કરવો પડે, દેશ માટે જવાન ખુબજ મહત્વ નાં હોય છે, ત્યારે આવી દુઃખદ ઘટના બને ત્યારે સરકાર શ્રી ની ફરજ છે કે જવાન નાં પરિવાર ને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે, આમ તો શહીદ થયેલ જવાન અમૂલ્ય હોય છે, પણ પરિવાર ને આર્થિક મદદ મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા વિનંતી કરવામાં આવી કે શહીદ જવાન નાં પરિવાર ને સન્માનીય રીતે ૧ કરોડ ની સહાય આપવામાં આવે, આ આવેદન પત્ર આપવા આમ આદમી પાર્ટી નાં પ્રદેશ, જિલ્લા, તેમજ શહેર નાં હોદેદારો હાજર રહ્યા હતા..






