Sunday, July 26, 2026

દલવાડી સર્કલથી કેનાલ રોડ પર મોટા વાહનોની અવરજવર બંધ કરતાં મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીએશન કલેકટરને આપશે આવેદન.

Advertisement
Advertisement
Advertisement

દલવાડી સર્કલથી કેનાલ રોડ પર મોટા વાહનોની અવરજવર બંધ કરતાં મોરબી જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીએશન કલેકટરને આપશે આવેદન.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે મોરબીના દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી ભારે વાહનોનું એક મહિના સુધી દિવસ દરમિયાન અવરજવર બંધ કરવામાં આવ્યું છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ને ખૂબ અસર પડે તેમ છે ત્યારે આવતીકાલે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ સહિતના હોદ્દેદારો જિલ્લા કલેકટરને આ બાબતે આવેદન આપશે ઉપરાંત જાહેરનામામાં ફેરબદલી કરવા માટેની રજૂઆત કરશે.

ત્યારે લીલા પર ચોકડી અને દલવાડી સર્કલ વચ્ચેનો રસ્તો દિવસ દરમિયાન મોટા વાહનો માટે બંધ થતા ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયિકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડશે. જે બાબતે આવતીકાલે મોરબી જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ સહિતના હોદ્દેદારો જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે.

Related Articles

Total Website visit

1,623,924

TRENDING NOW