હળવદ ગ્રામ્ય પંથકમાં નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરતાં સગીરાનો આપઘાત
હળવદ: હળવદ ગ્રામ્ય પંથકમાં નરાધમે સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાધી સગીરાને બદનામ કરવાની ધમકી આપતા સગીરાએ ફિનાઈલ પી લેતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જે બાબતે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે કે ગત તા.૨૭-૦૯-૨૦૨૩ ના રોજ આરોપી રોશન જાદવજીભાઈ દેવીપૂજક નામના શખ્સે ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીની પૌત્રી સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં ભોગ બનનાર સાથે શારીરીક છેડતી કરી બળજબરી કરી શરીર સબંધ બાંધેલ જે બાબતે સગીરાને બદનામ કરવાની ધમકી આપતા સગીરાને મરવા મજબુર કરતા સગીરાએ ફીનાઇલ પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૩૭૬,(૨),(જે),૩૫૪(એ),૪૫૨ તથા પોકસો અધિનિયમ -૨૦૧૨ ની કલમ -૪,૬,૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





