મોરબીના લખધીરપુર રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો
મોરબી: મોરબીના લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે રોડ પરથી આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલા (ઉ.વ.૪૮) રહે. શક્તિપરા વૈભવ હોટલ સામે મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિં રૂ.૮૨૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





