પરિવારથી વીખુટુ પડી ગયેલ બાળકને વારસદારને સોપતી દેવભૂમિ દ્વારકા પોલીસ
દેવભૂમિ દ્વારકા જીલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ ની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ ના માર્ગદશન હેઠળ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એચ.જોશી ના સુપરવીઝનમાં જામ ખંભાળિયા તાલુકાના શક્તિનગર ગ્રામ પંંચાયત દ્વારા શીરેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ લોકમેળામા જીલ્લામાથી પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે બોલાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ અને આજરોજ મેળાના ચોથા દિવસે રાબેતા મુજબ બંદોબસ્ત ફરજ પર પોલીસ જવાન હાજર હતા પેટ્રોલીંગ દરમિયાન તા.21/09/2023 ના કલાક 11/00 વાગ્યે વુમન પોલીસ કર્મચારી ગુુલાબબેેન ઝાપડા તથા મનીશાબેન મટાલીયા ને એક બાળક (આકાસ) ઉવ. આસરે 2 વર્ષ પોતાના વાલી વારસદાર થી વીખુટુ પડી મળી આવેલ જે બાળક ના વાલી વારસદાર ની શોધખોડ કરવા માટે બાળક ખુબ નાનુ તથા ધબરાઇ જતા બાળક પાસેથી કોઈ માહીતી મળેલ નહી બાદ મેળાની પોલીસ ચોકી ના કર્મચારિઓ દ્વારા માઇકમા જાહેરાત કરી મેળાના આશરે 50 જેટલા સી.સી.ટી.વી .કેમેરા મા તપાસ કરેલ ત્યાર બાદ જામનગર થી મેળો કરવા આવેલ મજુર વર્ગ નુ બાળક છે તેવુ જાણવા મળેલ બાળકના વાલી વારસદાર ની ખરાઇ કરી તેમનુ બાળક સોપવામા આવેલ હતુ. જય હિન્દ










