આજ રોજ તારીખ ૨૧/૯/૨૦૨૩ ના રોજ રાજ્યસભા સાંસદ
શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ
નારી શક્તિ વંદન વિધેયક અંગેનો કાર્યક્રમ વાંકાનેર ખાતે યોજાયો,
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા (લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩% અનામત આપતુ વિધેયક) આપણી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું
જેના અનુસંધાને શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બધાના મો મીઠા કરાવીને ઉજવણી કરવામાં આવી
જેમાં મોરબી જિલ્લા કારોબારી સદસ્ય કિરણબેન વ્યાસ, મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા, અંજનાબેન ગોસ્વામી, ભાનુબેન સારેસા, મનિષાબેન જાદવ હાજર રહ્યા હતા.





એસ.એમ. ઇન્ચાર્જ
વાંકાનેર શહેર ભાજપ
હિમાંશુભાઈ ગેડિયા





