વાંકાનેરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ જીંદગી ટુંકાવી
વાંકાનેર: વાંકાનેરના પંચાસર રોડ પર નવાપરા રામકૃષ્ણનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રીતીશા અજયભાઇ રીબડીયા ઉ.વ. ૧૮ રહે નવાપરા રામકૃષ્ણનગર હનુમાનજીમંદીર પાસે પંચાસર રોડ વાંકાનેર વાળી પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





