ભુલાકાઓની જઠરાગ્નિ તૃપ્ત કરીને મોરબી પાલિકાના પૂર્વ ચેરમેને જન્મદિવસ ઉજવ્યો
મોરબી : જન્મદિવસની અનોખી ઉજવણીની પ્રેરણા મેળવીને આપવાના આનંદ હેઠળ મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા ચેરમેને પોતાના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. જેમાં ગરીબ ભુલકાઓને મીઠાઈ-ગુલાબ જાંબુન સાથેનું સ્વાદિષ્ટ ભોજન કરાવીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.




મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન ભાનુંબેન નગડાવીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમને પોતાના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાયી રીતે કરવાનું નક્કી કર્યું હતું. જો કે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાના આનંદ એટલે બીજાને ખુશી આપીને પોતે ખુશી અનુભવીની જેમ યંગ ઇન્ડિયા ગ્રુપના દરેક સભ્યોના જન્મદિવસે કોઈને કોઈ સેવાકાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આથી યંગ ઇન્ડિયા ગ્રુપની આ હકારાત્મક વિચારસરણીથી પ્રભાવિત થઈને મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન ભાનુંબેન નગડાવીયાએ ગરીબ ભૂલકાઓને મીઠાઈ-ગુલાબ જાંબુન સાથેનું સ્વાદિષ્ટ ભોજન કરાવીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.





