Tuesday, March 10, 2026

ટંકારામાં આયોજિત પુસ્તક પરબ માં ત્રિવેણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

તા.3/9/2023 ના રોજ ટંકારામાં આયોજિત પુસ્તક પરબ માં ત્રિવેણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં છેલ્લા 3 વર્ષ થી પુસ્તક પરબ આર્થિક રૂપે મદદ કરનાર મસોત ભારતીબેન મયંકભાઇ કે જે તેમના વ્હાલસોયા દીકરા રીધમ ના જન્મદિવસે પરબ ને પુસ્તકો લેવા માટે રોકડ ધનરાશિ આપી અમારા કાર્ય ને પ્રોત્સાહિત કરે છે તેમનું સન્માન કરવામાં આવ્યું. સાથોસાથ આ વર્ષે દીકરી ના જન્મદિવસે સમાજ ને એક અલગ રાહ ચિંધનાર એવા હરીપર ના રહેવાસી ભાગીયા નવલિકા બેન નીશિથભાઈ કે જેમણે તેમની દીકરી આરાધ્યા ના જન્મદિવસે પરબ ને તેમની દીકરી ના વજન જેટલા એટલેકે 9 કિલો પુસ્તકો ભેટ આપ્યા તેમનું પણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
વિશેષ માં શિક્ષક દિન આવતો હોય ટંકારામાં કર્તવ્ય નિષ્ઠ શિક્ષક પાલરિયા રવજીભાઈ કે જે નિવૃત્ત હોવા છતાં શિક્ષણ જગત સાથે જોડાઈ કાર્ય કરે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.
અમારા પુસ્તક પરબ ટીમ માટે આ ગર્વ ની વાત છે કે આટલા ટૂંકા ગાળામાં આટલી સફળતા હાંસલ કરી છે. અમને આ રીતે પ્રોત્સાહિત કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW