માનસિક અસ્થિર હાલતની મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે મિલન કરાવતી મોરબી તાલુકા ની “SHE TEAM”
મોરબી તાલુકા પોલીસની “SHE TEAM” પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામના પાટીયા પાસેથી માનસિક રીતે અસ્થિર હાલતની મહિલા મળી આવી હતી ત્યારે તેનું નામ પૂછતા તેમનું નામ “બેબી બેન” હોવાનું જણાવ્યું હતું અને પોતે જાંબુડીયા ના હોવાનું જણાવ્યું હતું ત્યારે તેમને પોલીસ મથક પર લાવી તેનો ફોટો અલગ અલગ ગ્રુપના મોકલી તેમના પરિવારની શોધ ખોળ શરૂ કરી હતી ત્યારે તેમના પતિ”રાજેશભાઈ છગનભાઈ દાદરેયા” એ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. બાદ હકીકત ની ખરાય કરી “બેબીબેન વાઇફ ઓફ રાજેશભાઈ છગનભાઈ દાદરેયા” ને તેમના પતિ સાથે મોકલી આપેલ.





