મચ્છુ બે સિંચાઈ ના કમાન વિસ્તારમાં પાણી આપવા બાબત નાયબ કાર્યપાલક ઇજનેર ને રજૂઆત.
ખરીફ સીઝનમાં ચોમાસામાં તારીખ 3/8/2023 થી લઈ આજદીન સુધી એટલે કે 29/8/2023 સુધી મચ્છુ બે સિંચાઈના કમાન્ડ વિસ્તારમાં વરસાદ પડેલ નથી ઉપરાંત હવામાન વિભાગ ના પૂર્વ અનુમાન પ્રમાણે નજીકના સમયમાં પણ વરસાદની કોઈ સંભાવના રહેલ નથી ત્યારે પાકને બચાવવા માટે હાલ એ વિસ્તારોમાં પાણીની ખૂબ જરૂર હોય ત્યારે તાત્કાલિક અસરથી પાકને જીવનદાન આપવા માટે મચ્છુ બે સિંચાઈ યોજના ના કમાન્ડ વિસ્તારમાં તાત્કાલિક પાણી આપવા માટે બિલિયા ગામના સરપંચ કાંતિલાલ પેથાપરા ની આગેવાનીમાં તે વિસ્તારના ૧૩ ગામના સરપંચો દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર મચ્છુ બે સિંચાઇ યોજના ના ઓને રજૂઆત કરી છે.





