પાલનપુર ખાતે ગુજરાત સરપંચ પરિષદ ની બેઠક મળી.
ગઈકાલે પાલનપુર ખાતે ગુજરાત સરપંચ પરિષદની બેઠક મળી હતી જેમાં સરપંચના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસને લઈને ચર્ચા વિચારણા થઈ હતી.



ત્યારે આ અંગે વધુ વાત કરીએ તો ગઈકાલે પાલનપુર એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરપંચ પરિષદની બેઠક મળી હતી તેમાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઈ સુખીયા તેમજ પ્રદેશ પ્રવક્તા શ્રી મુકેશભાઈ શાહ ગાંધીનગર તેમજ પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી તેમજ ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી દિનેશ પટેલ તેમજ એપીએમસીના ચેરમેન શ્રી ફતાભાઈ ધરીયા તેમજ શ્રી દિનેશભાઈ કુણિયા,જગાણા સરપંચ શ્રી પ્રહલાદભાઈ, જિલ્લા ટીમ વગદા સરપંચ શ્રી કેસરભાઈ તથા સરપંચ એસોસિએશન પાલનપુર તાલુકા પ્રમુખ રમેશ અટોસ તેમજ સરપંચ એસોસિએશન ધાનેરા ના તાલુકા પ્રમુખ સાથે બેઠક મળી અને સરપંચોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.





