નવરંગ નેચર નિધિ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
નવરંગ નેચર નિધિ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિર નો વનચેતના કેન્દ્ર થોરાળા વીડી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શિબિરમાં દરરોજ ત્રણ વાગ્યે પહોંચવાનું હોય છે અને બીજે દિવસે 11 વાગ્યે વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે આ શિબિર ની અંદર રાજકોટની મોદી સ્કૂલ,સાંદિપની સ્કૂલ, ખજુરી પ્રાથમિક શાળા,રેનબો સ્કૂલ,ક્રિષ્ના સ્કૂલ,પંચશીલ વિદ્યાલય, સાંદિપની સ્કૂલ રાજકોટ,તેમજ ધ ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને ટોટલ 29 જેટલી સીબીરો કરવામાં આવી હતી અને જેમાં 1682 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૯૬ જેટલા શિક્ષકોએ વનવગડામાં ફેરવી કુદરતની અનુભૂતિ કરાવી જેમાં પક્ષી દર્શન વનસ્પતિ દર્શન અને આકાશ દર્શન અને દેશી રમતો રમાડેલ હતા.






