હીંચકા માંથી પડી જતા બે મહિનાની બાળકીનું મોત.
મોરબી શહેરમાં સમય ગેઇટ પાસે ઝુંપડામાં રહેતા પરિવારની બે મહિનાની બાળકી હીંચકા માંથી નીચે પડી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે તેનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં સમય ગેઇટ પાસે ઝૂંપડામાં રહેતા મૂળ રાજસ્થાની પરિવારની બે મહિનાની રવીના ભાવાભાઇ સોલંકી નામની બાળકી હીચકામાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





