Monday, June 8, 2026

ત્રાજપર ગામના ચોરા નજીક જુગાર રમતા છ મહિલા ઝડપાઇ

Advertisement
Advertisement
Advertisement

ત્રાજપર ગામના ચોરા નજીક જુગાર રમતા છ મહિલા ઝડપાયા.

મોરબીના ત્રાજપર ગામ ના ચોરા પાસે જાહેરમાં શેરીમાં જુગાર રમતા છ મહિલાઓને પોલીસે પકડી પાડયા છે.ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામ ચોરા પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલા સોમીબેન ઘોઘાભાઇ વરાણીયા, બબીબેન જયંતીભાઇ મકવાણા, શારદાબેન જેસીંગભાઇ પાટડીયા, ગૌવરીબેન ભલાભાઇ બાબરીયા, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા અને રીટાબેન અશોકભાઇ માનેવાડીયાને રોકડ રકમ રૂ.૪૨૩૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,862

TRENDING NOW