લાલપર પાવર હાઉસ નજીક ટ્રક નીચે ઝંપલાવતા યુવકનું મોત.
ગઈકાલે લાલ પર પાવર હાઉસ નજીક ઉત્તર પ્રદેશના બંદા જિલ્લાના વતની યુવાન નોકરી ની શોધમાં નીકળ્યો હોય તેમને માનસિક તકલીફ હોવાથી લાલપર પાવર હાઉસ નજીક પહોચતા જ એક અજાણ્યા ટ્રક હેઠળ ઝંપલાવતા ગંભીર ઇજાઓ પહોંચતા જલંધરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે લાલપર પાવર હાઉસ નજીક ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાનો વતની જલંધરભાઈ કુંજબિહારી વર્મા નામનો યુવાન પોતાના કૌટુંબિક ભાઈ સાથે નોકરીની શોધમાં નીકળ્યો હતો. જો કે જલંધરભાઈને માનસિક તકલીફ હોવાથી લાલપર પાવર હાઉસ નજીક પહોચતા જ એક અજાણ્યા ટ્રક હેઠળ ઝંપલાવતા ગંભીર ઇજાઓ પહોંચતા જલંધરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ વિજયપાલ વર્માએ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





