મોરબીના સોઓરડી વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા.
મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે મોરબી ના સો ઓરડી વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર નજીક આરોપીના રહેણાક મકાનમાં જુગાર ધામ ચાલી રહ્યું હોય ત્યારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી પોલીસને પત્તા રમતા ચાર પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, સો ઓરડી વિસ્તારમા ચામુંડા માતાજીના મંદિર નજીક આરોપી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે જે બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ મોતીભાઇ મકવાણા, પંકજભાઇ ઉર્ફે પિન્ટુભાઇ બાલુભાઇ સોલંકી અને પ્રવિણભાઇ ટપુભાઇ પરમાર તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 22,950 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





