ભડીયાદ ગામે જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ પત્તા પ્રેમીઓ ઝડપાયા.
મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામે રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી ઈકબાલભાઈ ગનીભાઈ સૈયદ, કારૂભાઈ ટપુભાઈ સાદરીયા, યોગેશભાઈ ગાંડુભાઈ ઇટોદરા, ગીતાબેન કારૂભાઈ સાદરીયા, રીટાબેન અશોકભાઈ માનેવાડીયા અને મુસ્કાનબેન ઈકબાલભાઈ સૈયદને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 46,000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





