હિરાપર ગામે કારખાનામાં ગળેફાંસો ખાઈ લેતા યુવતીનું મોત.
ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલા કારખાનામાં પરણીતા યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હીરાપર ગામે આવેલ એડીકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા મંજુબેન ભેરુરામ જનજનતી ઉ.20 નામના પરિણીતાએ પોતાની ઓરડીમાં લોખંડના પાઇપ સાથે દુપટો બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.