Wednesday, June 24, 2026

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંન્દ્રશેખર આઝાદના જન્મદિવસની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંન્દ્રશેખર આઝાદના જન્મદિવસની ઉજવણી કરાઈ

મોરબી: આજે ભારતના સ્વતંત્રતા સેનાની અને આઝાદીની લડતમાં પોતાનું આગવું પ્રદાન કરનાર ક્રાંતિવિર ચંદ્રશેખર આઝાદનો જન્મ દિવસ છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સ્થિત “આઝાદ પાર્ક” માં ચંન્દ્રશેખર આઝાદની પ્રતિમાને ક્રાંતિકારી સેના દ્વારા સાફ સફાઈ કરી પ્રતિમાને ફુલહાર કરી આજના દિવસની ઉજવણી કરી હતી.
ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજકાલના યુવાનોને વિદેશી દિવસો જેવા કે ટેડી ડે, પ્રોમીસ ડે, વગેરે પશ્ચિમી સંસ્કૃતિનાના દિવસો પણ ખૂબ યાદ રહે છે. પરંતુ જેમણે માત્ર 22-23 વર્ષના યુવાનોએ દેશ માટે પોતાના જીવ આપી દીધા તેમના દિવસો આજે કોઈને યાદ નથી કે 10 મિનિટ યાદ કરવાનો સમય નથી ત્યારે ક્રાંતિકારી સેના હંમેશા આવા દિવસોને યાદ કરે છે અને લોકોને પણ યાદ અપાવે છે.

Related Articles

Total Website visit

1,609,184

TRENDING NOW