વિશિપરા લયાન્સનગર માંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા.
મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં એક એપાર્ટમેન્ટ સામે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ મડી આવતા તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા લાયન્સનગરમાં દરોડો પાડી સતનામ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા અમરશીભાઇ મેપાભાઇ પઠાણ, હેમરાજભાઇ મોહનભાઇ વાઘેલા અને વિજયભાઇ મનુભાઇ રાઠોડને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.





