Saturday, June 27, 2026

હળવદના સુરવદર ગામે દારૂની ૩૦ બોટલ ઝડપી પાડવામાં આવી છે.

Advertisement
Advertisement
Advertisement

હળવદના સુરવદર ગામે દારૂની ૩૦ બોટલ ઝડપી પાડવામાં આવી છે.

હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાંથી દારૂની ૩૦ બોટલ પોલીસે ઝડપી પાડી છે.ત્યારે આ રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ સુરવદર ગામની શોભાસર સીમવાળા રસ્તે ઝુંપડું બનાવી મોંઘી દારૂની બોટલો વેચાતી હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે હકીકત વાળી જગ્યાએ રેડ કરી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 30 બોટલ સહિત રૂપિયા 25,500 નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે પોલીસની રેડ દરમિયાન આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે સુરવદર વાળો નાસી છૂટ્યો હતો.જેથી તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,569

TRENDING NOW