Friday, June 26, 2026

ઓરિસ્સાથી નોકરી શોધવા આવેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.

Advertisement
Advertisement
Advertisement

ઓરિસ્સાથી નોકરી શોધવા આવેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.

ઓરિસ્સાથી નોકરીની શોધમાં વાંકાનેરના વઘાસિયા નજીક મિત્રના કારખાને આવેલ યુવાન નોકરીની શોધમાં નીચી માંડલ પહોંચી ગયા બાદ એક ફેકટરીમાં જવાની કોશિશ કરતા સિક્યુરિટી ગાર્ડ, કોન્ટ્રાકટર અને અન્ય શખ્સ મળી ત્રણેય શખ્સોએ બેફામ માર મારતા આ યુવાનનું ગંભીર ઇજાઓ બાદ મૃત્યુ નિપજતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ રોડ ઉપર કયું સેવન સિરામિક કારખાના નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ લાશ ટીક્કીસિંગ ચૈતન્યસિંગની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક ટીક્કીસિંગ ચૈતન્યસિંગ બીસ્કોન સિરામિક ફેકટરીમાં ગયો હતો અને કારખાનામાં જવાનું કહેતા આરોપી સિક્યોરિટી ગાર્ડ મહેશ વસુનિયા, કોન્ટ્રાકટર રાજેન્દ્ર ગુર્જર અને ઇરફાન કુરેશી નામના શખ્સોએ મૃતકને બરહેમીથી ઢોર માર મારતા મૃતકને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે એલસીબી અને તાલુકા પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,376

TRENDING NOW