Tuesday, March 17, 2026

રામ કી ચિડિયા રામ કા ખેત

Advertisement
Advertisement
Advertisement

રામ કી ચિડિયા રામ કા ખેત

પક્ષીઓ માટે પોતાના ખેતર, વાડી માં એક લાઇન જુવાર ની વાવવી.
પક્ષીઓ આપણી આહાર જાળ ની મહત્વ ની કડી છે, તેની સંખ્યા જળવાય અને આપણી વિકાસપથ ની કેડી કંડારાયા કરે તે માટે “નવરંગ નેચર ક્લબ” એ એક સૂઝ આપી. ચકલીઓ માટે ના કૃત્રિમ માળાઓ મૂકવાનું અભિયાન ભારત માં સૌપ્રથમ ચલાવ્યું. હવે ચોમાશૂ જ્યારે નજીક છે ત્યારે કોઈ પણ પાક લેતા ખેડૂતે ખેતર ના સેઢા તરફ ના ૨-૩ ચાસ માં જુવાર કે બાજરો વાવવાની અપીલ કરે છે, જેને લણીયા વિના ભગવાન ના ભાગ રૂપે રાખી મૂકવાથી પક્ષીઓ ને ખોરાક મળતો થસે.
ખેતર માં આવનાર પક્ષીઓ આ અનાજ ના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઇયળો નો નાસ કરસે, આમ પક્ષીઓ ની સંખ્યા વધશે અને પોષણ કડી ની પૂરતી થસે.
આ અભિયાન ભગવાન ના ભાગ તરીકે ચલાવવાની શરૂઆત ૨૦૦૯ થી કરવામાં આવી છે, આ મહાયજ્ઞ માં સૌરાસ્ટ્ર ના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યા જોડાઈ ગયેલ છે, ત્યારે નવરંગ નેચર ક્લબ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય ના વધુ માં વધુ ખેડૂતો પોતાના ખેતર ના સેઢા પર ૨-૩ લાઇન પક્ષીઓ માટે જુવાર અથવા બાજરા નું વાવેતર કરે તેવી અપીલ કરે છે.
ખેતર/વાડી એ જુવાર અથવા બાજરા ની એક લાઇન એટલે વાવવી પડે કે સીમ ના પક્ષીઓ ગામ માં ચણવા ક્યારેય આવતા નથી, આ વાત ની ખબર વર્ષો પહેલા આપણાં પૂર્વજો ને હતી તેથી ખેડૂતો પોતાના ખેતર માં વાવણી ની શરૂઆત માં ૨ મૂઠી જુવાર પક્ષીઓ માટે વાવતા, હવે આ ભુલાઈ ગયેલ જૂની પરંપરા ને ફરી જીવિત કરવાની ખાસ જરૂર છે.

ભગવાન નો ભાગ કાઢવાથી ભગવાન રાજી થસે અને રાજી થસે તો આપણી સૌની આવતી કાલ રાજીપા માં વિતસે.

વી.ડી.બાલા,
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
મો. ૯૪૨૭૫૬૩૮૯૮

Related Articles

Total Website visit

1,597,919

TRENDING NOW