Sunday, June 7, 2026

ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા યોગા દિવસની ઉજવણીને ભાગરૂપે સૂર્યનમસ્કાર હરીફાઈ નું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા યોગા દિવસની ઉજવણીને ભાગરૂપે સૂર્યનમસ્કાર હરીફાઈ નું આયોજન.

ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા 21 જૂન યોગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે 40+ ઉંમરના બહેનો માટે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં મોરબીનાં બહેનો એ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધક ને ક્લબ તરફથી સર્ટિફિકેટ અને જેમના નંબર આવ્યા તે બહેનોને શિલ્ડ આપવામાં આવ્યાં હતાં. ક્લબ ના મેમ્બર્સ એ પણ મોટી સંખ્યામાં હાજરી પુરાવી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો. મહેમાનોમાં યંગ ઈન્ડિયા લેડીઝ વિંગ ના બહેનોએ પ્રોગ્રામ માં હાજર રહ્યા હતા. આ સ્પર્ધાના જજ તરીકે ખૂબજ પ્રખ્યાત એવા યોગ ટ્રેનર રૂપલબેન શાહ એ સેવા આપી હતી. આ તકે ક્લબ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા એ દરેક સ્પર્ધકો અને પ્રોગ્રામ ના સ્પોન્સર તનિસ્ક જ્વેલર્સ ની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.”योगा सबसे होगा और 40 के बाद भी होगा” સ્લોગન ને દરેક સ્પર્ધકોએ સાર્થક કર્યું હતું.

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW