Monday, June 8, 2026

એ ડિવિઝન પોલીસ એ મહેન્દ્રપરામાં ધમધમતા જુગારધામ પર કરી રેઇડ.

Advertisement
Advertisement
Advertisement

એ ડિવિઝન પોલીસ એ મહેન્દ્રપરામાં ધમધમતા જુગારધામ પર કરી રેઇડ.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી ના મહેન્દ્રપરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર લાલ આંખ કરી છે. ત્યારે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી જેમાં ૯ આરોપીઓને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નંબર 5મા દરોડો પાડી જયસુખભાઈ લવજીભાઈ પરમારના રહેણાંકમાથી જુગારધામ ઝડપી લીધું હતું. દરોડા દરમિયાન પોલીસે આરોપી જયસુખભાઇ લવજીભાઇ પરમાર, આનંદભાઇ જયસુખભાઇ પરમાર, જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ, નિલેષભાઇ ચંદુભાઇ જોષી, દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા, મેહુલભાઇ નારણભાઇ પરમાર, ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી, રાજેશભાઇ સુભાષભાઇ ચૌબે અને ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 31,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,607,849

TRENDING NOW