જીઆઈડીસી નજીક થી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
શનાળા રોડ ખાતે આવેલ જીઆઈડીસી નજીક થી દારૂની બોટલ સાથે એક શખ્સ ને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે પ્રોહીબિસન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ જી.આઈ.ડી.સી.ના નાકા પાસેથી આરોપી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૨૯) રહે. કબીર ટેકરી મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિં.રૂ. ૫૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં રૂ.૩૭૫ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૫૦,૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





