Monday, June 8, 2026

વ્યાજખોર ની જાન થી મારી નાખવાની ધમકી બાદ યુવકે પોતાનો જીવ ટુંકાવ્યો.

Advertisement
Advertisement
Advertisement

વ્યાજખોર ની જાન થી મારી નાખવાની ધમકી બાદ યુવકે પોતાનો જીવ ટુંકાવ્યો.

હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં “કા તો રૂપિયા આપ અને કા તો તારી જમીન લખી દે નહિ તો જાનથી મારી નાખીશ” તેવી વ્યાજખોરની ધમકી બાદ યુવાને બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા સુરવદર ગામના વ્યાજખોર વિરુદ્ધ યુવાનને મરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે પોતાના સગાની જમીન વાવતા ઉમેશભાઈ લાભુભાઈ ભોજવીયા નામના યુવાને પોતાની વાડીએ બાવળના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના ભાઈ હિતેશભાઈ લાભુભાઈ ભોજવીયા રહે.પ્રતાપગઢ તા.હળવદ વાળાએ પોતાના ભાઈને મરવા મજબુર કરનાર હળવદ તાલુકાના સુરવદર ગામના બચુભાઇ રાયધનભાઈ આહીર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,607,877

TRENDING NOW