ટીંબડી નજીક થી રીઢા તસ્કરો ની ટોળકી ઝડપાઈ.
મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબીના રીઢા તસ્કરોની ટોળકી કોઈ નવી ચોરીને અંજામ આપે તે પહેલાં જ હથિયાર તેમજ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબી માળીયા હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી ચોરી કરવાના ઇરાદે નીકળેલ રીઢા તસ્કર ગેંગના હાજી અકબર માણેક, રહે. સો-ઓરડી રોડ, માળીયા વનાળીયા, રામાપીરના મંદિર સામે, એઝાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટી, મીયાણા, રહે. જુના બસ સ્ટેન્ડ નજીક, દિલ્હી દરબાર હોટલ પાછળ, મોરબી, ઇંદરીશ ગુલામભાઇ મોવર, રહે. જોન્સનગર, હુશેની ચોક, લાતી પ્લોટ શેરી નં.-11, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી અને અસલમ કાસમભાઇ કટીયા, રહે. ઇદ મસ્જીદ રોડ આઝાદ લોજ સામે, ધોબી શેરીની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી વાળાને ચોરની ટોળીમાં સામેલ થઇ, એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા માટે જુદી જુદી જગ્યાની રેકી કરી, અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી, ચોરીઓના ગુનાઓ આચરેલ હોય તેમજ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો સાથે તથા હથિયાર છરી સાથે, ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઇરાદે આવી ચોરીના મુદામાલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ આઇપીસી કલમ 401, 34 તેમજ જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





