મોરબી ના ૭ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી ને ૧ વર્ષની સજા ૯% વ્યાજની ભરવાની સજા.
હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર શખ્સને સજા ફટકારતી એડી ચીફ જ્યુડી. કોર્ટ
મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.7,00,000/- વાર્ષિક 9% વ્યાજ સાથે 1 વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં ફ્લૅટ નં.108, સ્વાતિ હાઇટસ, કોઠારીયા રોડ પર આવેલ સ્વાતિ વિશ્વ મંગલ ગૌ ગ્રામના રહેવાસી પ્રદીપ રમેશભાઈ નગેવાડિયા એ વર્ષ 2022 માં મોરબી ના ખાનપર ગામ ના રહેવાસી ડાવેરા દેવાયતભાઈ વાસૂરભાઈ પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 3,50,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે પ્રદીપભાઈએ રૂ 3,50,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં દેવાયતભાઈ એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. ચીફ જયુડિ. મેજી. સાહેબ ની કોર્ટમાં વકીલ શ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા મારફતે ઓક્ટોબર 2022 માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. શ્રી ડી.કે.ચંદાણી સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.3,50,000/- ની ડબલ રકમનો દંડ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 3 મહિના ની કેદ અને દંડ ની રકમ માંથી ફરિયાદી ને ચેક ની રકમ તેમજ તેના પર 9% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતા.





