ઘુટુ રોડ આઈટીઆઈ સામેથી ગાંજા ના જથ્થા સાથે એક ઝડપાયો.
મોરબીના ઘુટુ રોડ આઈટીઆઈ સામેથી એસઓજી પોલીસે રહેણાંક મકાનમાં છાપો મારી એક શખ્સને નશીલા પદાર્થનો સંગ્રહ કરી વેચાણ કરતા ઝડપી લઈ એનડીપીએસ એકટ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ અસિફભાઈ રહીમભાઈ ચાણકીયાને બાતમી મળી હતી કે,ઘુટુ આઈટીઆઈ સામે રહેણાંક મકાનમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ રોડનો વતની કાદરભાઈ નાનુભાઈ મુલતાની ઉ.35 નામનો શખ્સ ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે દરોડો પાડી કાદરભાઈ નામના શખ્સને 1.169 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ.11690, એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 2400 સહિત 19,090ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





