માણેકવાડા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત.
માણેકવાડા ગામે વિજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી કામ કરતી વેળાએ વીજ શોક લાગતા સારવાર ખસેડવામાં આવેલ યુવાનનું મોત.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે ગત તા.20મે ના રોજ રમઝાનભાઈ તૈયાબભાઈ સુમરા વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે વીજશોક લાગતા થાંભલા ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તા.4 જુનના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





