પથિક સોફ્ટવેર માં નોંધ નહિ કરતી વધુ એક હોટલ સામે કાર્યવાહી.
મોરબી જિલ્લાના હોટલોમાં આવતા મુસાફરોની નોંધ પથિક સોફ્ટવેર માં કરવાની હોય છે ત્યારે ઘણા હોટલોના મેનેજર દ્વારા આનંદ નહીં કરતા તેમના વિરોધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં વધુ એક હોટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં હોટલોમાં આવતા મુસાફરોની નોંધ પથિક સોફ્ટવેરમાં કરવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોવા છતાં નવા બસસ્ટેન્ડ સામે આવેલ રાધે હોટલના સંચાલકે 25મે થી 30 મે સુધી હોટલમાં આવેલ મુસાફરોની નોંધ સોફ્ટવેરમાં ન કરતા મોરબી એસઓજી ટીમે હોટલ સંચાલક કિશોરભાઈ નાથાલાલ ભટ્ટ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





