ઠીકરીયાળી ગામ નજીક થી ૪૮ નંગ વિદેશીદારૂ ની બોટલ સાથે એક ઝડપાયો.
વાંકાનેર ના ઠીકરીયાળી ગામની સીમમાં ૪૮ વિદેશીદારૂ ની બોટલ સાથે એક શખ્શને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે તેના વિરૂદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસ ટીમે ઠીકરીયાળી ગામની સીમમાં મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી નીકળેલા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાં રહેતા હિતેશ રતાભાઈ ડાભી નામના શખ્સને ઝડપી લઈ થેલા ચેક કરતા રૂપિયા 18 હજારની કિંમતનો 48 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ સહિત 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.





