Tuesday, June 23, 2026

હળવદ શહેરમાં બાઈક અથડાતાં થયેલ અકસ્માત નો ખાર રાખી યુવકને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરમાં બાઈક અથડાતાં થયેલ અકસ્માત નો ખાર રાખી યુવકને માર માર્યો.

હળવદ શહેરમાં એક્ટીવા સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે ફટકાર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજા પાસે, રાવલફળીમા રહેતા કીશનભાઈ ઉર્ફે કાળુ પ્રવિણભાઈ બાબરીયા (ઉ.વ.૨૪) એ આરોપી અનીલભાઈ ધીરજભાઈ દલવાડી, વિપુલભાઈ ધિરજભાઈ દલવાડી, બળદેવભાઈ મનજીભાઈ દલવાડી તથા ભરતભાઈ મનજીભાઈ દલવાડી રહે. બધા ખારીવાડી, હનુમાનજીના મંદિર પાસે હળવદ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીની એક્ટીવા સાથે આરોપી અનિલનુ મોટરસાયકલ એક્સીડન્ટ થતા આરોપીઓએ તે બાબતનું મનદુ:ખ રાખી ઉશેરાઇ જઇ ભુંડા ગાળો બોલી આરોપી અનિલે ફરીયાદીના જમણા પગે લોખંડનો પાઇપ મારી તથા આરોપી વિપુલે ફરીયાદીને માથાના ભાગે ડાબી બાજુ લોખંડની ટામી મારી તથા આરોપી બળદેવભાઇએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે મૂઢ મારી તથા આરોપી ભરતભાઇ ફરીયાદીને પકડી રાખી એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કીશનભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,126

TRENDING NOW