Monday, June 22, 2026

આ તારીખ પછી 2000 ની નોટ થઈ જશે માત્ર કાગળ :- RBI નો મોટો નિર્ણય.

Advertisement
Advertisement
Advertisement

આ તારીખ પછી 2000 ની નોટ થઈ જશે માત્ર કાગળ :- RBI નો મોટો નિર્ણય.

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBI એ 2016 ની નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે અત્યારે બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક ધોરણે 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આરબીઆઈએ કહ્યું કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાં જઈ બદલી શકાશે.

આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

તમારી પાસે રહેલી 2 હજારની નોટ બેંકમાં બદલી થઈ શકશે. એક સમયે 20 હાજર સુધીની નોટ બેંકમાં બદલી થઈ શકશે. જો તમારી પાસે 2000ની નોટ છે તો 30 સપ્ટેમ્બરની તારીખ યાદ રાખોશો, ૩૦ સપ્ટેમ્બર અગાઉ તમે બેંકની મુલાકાત લઈને 2000 ની નોટને બદલી શકો છો. એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી તમે તમારી નજીકની બેંકોમાં જઈને 2000 બદલી શકશો. તેના બદલે, તમને અન્ય માન્ય ચલણ મળશે.

Related Articles

Total Website visit

1,608,952

TRENDING NOW