Sunday, June 21, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બે ઝડપાયા.

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી એલસીબી એ બંધ બોડી નાં કન્ટેનર માંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે બે શખ્શોએ પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં દારૂ બદીને સદંતર નાબૂદ કરવા મોરબી એલસીબી પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમિયાન એલસીબી પીઆઈ. ડી.એમ.ઢોલ ને બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બંધ બોડીનુ કન્ટેનર પસાર થવાનું છે જેમાં જંગી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલ છે જેથી વોચ ગોઠવીને એલસીબી ટીમે વાંકાનેર બાઉ ન્ડ્રી નજીક થી પસાર થતા ટ્રક નંબર RJ-14-GF-2902 ને રોકીને તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂની નાની મોટી મળી કુલ ૨૦૩૧૬ બોટલ તેમજ ૫૪૦૦ બિયરના ટીન એટલે કુલ ૯૨૫ પેટી વિદેશી દારૂ ને ૨૨૫ બિયરની પેટી મળી આવી હતી તેમજ બે આરોપી ભેરા રામ ભાખરારામ બિસ્નોઇ (ઉ. વ.૪૦ ધંધો ડ્રાઇવિંગ રહે. બલાના તા.સાંચોર રાજસ્થાન) અને ગોપાલ રત્ના રામ બિસનોઇ (ઉ. વ.૩૦ રહે. ડાંગ્રા તા.સાંચોર રાજસ્થાન )વાળાને ૩૬.૪૩ લાખનો વિદેશી દારૂ,૫.૪૦ લાખનો બિયર અને ટ્રક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૫૧.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતા સુરેશ સૂજાના રામ બીસનોઇ (રહે.જાખલ /હરિયાળી,તા.સાંચોર રાજસ્થાન) વાળનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW