હળવદના ચુપણી ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
હળવદના ચુપણી ગામે રહેતા એક ત્રીસ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.ત્યારે પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા ઉ.વ.૩૦, વાળીએ ગત તા. ૧૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇપણ અગમ્ય કારણસર પોતાની સાડી વડે પોતાની વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ જતા તેણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





