મોટા ગજાના રાજકારણીઓ માટે મોરબી શહેર ને ચમકાવતા મોરબીના અધિકારીઓ,જનતાની કોણીએ ગોળ.
મોટા ગજાના નેતાઓ માટે સજાવવામાં આવે છે મોરબી અને જનતા માટે “ઠેંગો”.
મોરબીવાસીઓ દ્વારા આમ તો કરોડોનો ટેક્ષ ભરવામાં આવે છે. વિશ્વકક્ષાએ સિરામીકના હબ તરીકે ખ્યાતનામ બન્યું છે.પરંતુ મોરબી ની સ્થિતિ તો હજુ એ ને એ જ છે. ફક્ત મોટા ગજાના નેતાઓ જ્યારે મોરબીની મુલાકાતે આવે ત્યારે તેમના માટે મોરબીના રોડ રસ્તાઓ અને કચેરીઓને સજાવી દેવામાં આવતા હોઈ છે. પરંતુ જનતા માટે તો તંત્ર પાસે એક જ વસ્તુ છે “ઠેંગો”.
મોરબી માં જ્યારે મોટા ગજાના નેતાઓ આવે છે કે આવવાના હોઈ છે ત્યારે તાત્કાલિક જ રોડ રસ્તાઓ બની જતા હોઈ છે, રોડ રસ્તાઓની સાફ સફાઈ થઈ જતી હોય છે, કચેરીઓને સણગારી દેવામાં આવતી હોઈ છે. પરંતુ મોરબી ની જનતા માટે શું ?
મોરબી ખાતે હાલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતે આવવાના હોઈ છે તો તેમના પ્રવાસના રસ્તા ને ચોખ્ખો ચણાક કરી દેવામાં આવ્યો છે. રસ્તાની આજુબાજુ માંથી કચરો સાફ થી ગયો છે.કેનાલ રોડ પરથી બાવળ કાઢી નાખવામાં આવ્યા છે.સરકારી કચેરીઓને સજાવી દેવામાં આવી છે. બાયપાસ પાસે સાઈડ ના રસ્તા પર ડામર પથરી દેવામાં આવ્યો છે.ત્યારે પ્રશ્ન એ ઉભો થઇ છે કે “જો મોટા ગજાના નેતા માટે આટલી ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે તો જનતા માટે કેમ નહિ ?”
એવું નથી કે મોરબીનું વહીવટી તંત્ર સક્ષમ નથી “જો સક્ષમ ના હોઈ તો નેતાઓ માટે પણ આટલું ઝડપથી કદાચ કામ ના થઈ શકે.” પરંતુ આજના મોરબીના દ્રશ્યો જોઈને તો કંઇક અલગ જ લાગી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી મોરબી આવવાના હોઈ ત્યારે મોરબીના રોડ રસ્તા ના દ્રશ્યો કઈક અલગ જ છે.
શું આ તંત્ર મોરબીની જનતા માટે આવી સુવિધા ક્યારે આપશે ?





