Sunday, March 8, 2026

મોરબીના ઝીંઝુડા ગામ નજીકથી એક્ટિવામાં વિદેશી દારૂની હેરફેર કરતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઝીંઝુડા ગામ નજીકથી એક્ટિવામાં વિદેશી દારૂની હેરફેર કરતો એક ઝડપાયો.

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામ નજીકથી તાલુકા પોલીસે શંકાસ્પદ હાલતમાં એક્ટિવા લઈને નીકળેલા સંજય નામના યુવાનને 46 બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમીયાન આમરણ નજીકના ઝીંઝુડા ગામથી સોલંકીનગર તરફ જવાના રસ્તેથી શંકાસ્પદ રીતે એક્ટિવા લઈને નીકળેલા સંજય મેરુભાઈ સોમાણી નામના યુવાનને અટકાવી એક્ટિવાની તલાશી લેતા એક્ટિવામાંથી જુદી જુદી બ્રાન્ડનો 46 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા 16,865નો વિદેશી દારૂ તેમજ રૂ.20 હજારનું એક્ટિવા મળી કુલ રૂપિયા 36,865નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સંજય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW