Saturday, August 15, 2026

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના ઉપપ્રમુખ અને નાની ઉંમરથી હંમેશા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનાર દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષી મેરજાનો આજે જન્મદિવસ છે.

મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે. ત્યારે તેમનો પુત્ર દિપે પણ નાની ઉંમરમાં મોરબી જિલ્લામાં પોતાનું નામ ગુંજતું કરી દીધું છે. દિપભાઈ ના ધર્મપત્ની હિતાક્ષી પણ હવે દિપભાઈ સાથે અબોલ જીવ તથા સેવાકાર્યમાં જોડાઈ તેમની સાથે રહે છે. ત્યારે આજે હિતાક્ષી મેરજાના જન્મદિવસ નિમિત્તે મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં દાન આપી જન્મદિવસ ઉજવશે. સાથે જ વડીલોના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવશે. આજે હિતાક્ષી મેરજાના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ અને હિતેચ્છુઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે સક્ષમ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,625,345

TRENDING NOW