Wednesday, June 24, 2026

મોરબી ખાતે રાજકોટના વાત્સલ્ય IVF દ્વારા ફ્રી નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે રાજકોટના વાત્સલ્ય IVF દ્વારા ફ્રી નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન.

નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિનો લાભ લઇ દંપતીઓનું નિઃસંતાનપણું દૂર થાય તે માટે રાજકોટના વાત્સલ્ય IVF દ્વારા મોરબી ખાતે આગામી 18 તારીખના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના વાત્સલ્ય IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર કાર્યરત છે. જેમાં નિષ્ણાંત તબીબ ડો. વિજય ભંડેરી M.B., DGO, ( ગાયનેક) અને ડો. બિંદુ ભંડેરી આસિસ્ટન્ટ ગાયનેક સેવા આપે છે. જેમના દ્વારા મોરબી ખાતે ફ્રી નિદાન અને માર્ગદર્શન તથા દવાઓનો કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી બીજ બનવાની અથવા છુટા પડવાની તકલીફ, ગર્ભાશયની નળી સંકોચાયેલ અથવા બંધ હોવી, વધારે પડતી ચરબી કે અંતઃ સ્ત્રાવના ફેરફાર, ગર્ભાશય કે તેના મુખની તકલીફ, પુરુષોના શુક્રાણુની ખામી સહિતના કારણે થયેલા વ્યંધત્વની સચોટ સારવાર માટેનું માર્ગદર્શન ઉપરાંત નિદાન આ કેમ્પમાં પૂરું પાડવામાં આવશે. અહીં ઇન્ટ્રાયુટેરાઈન ઇન્સેમીનેશન, ટેસ્ટટ્યુબ બેબી સારવાર, આઇસીએસઆઈ એડવાન્સ ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર, લેપ્રોસ્કોપી, હેસ્ટ્રોસ્કોપી, સરોગેસી સહિતની ટ્રીટમેન્ટ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે.

આગામી 18 માર્ચના રોજ માસુમ ગાયનેક અને બાળકોની હોસ્પિટલ મોરબી ખાતે ફ્રી નિદાન યોજવામાં આવ્યો છે. જેનો સમય સવારે 9થી 11નો છે.વધુ વિગત માટે મો.નં. 87802 30033 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,609,209

TRENDING NOW